મુંબઈ,તા.૬
બોલિવૂડ એન ટીવી એક્ટર સૈયદ બદ્ર અલ હસન ખાન બહાદુર ઉર્ફે પપ્પૂ પોલિસ્ટરનું નિધન થયું છે. પપ્પૂ લખનઉના રહેવાસી હતા. ટાઇમ્સ નાઉમાં પ્રકાશિત અહેવાલ અનુસાર તેમણે પોતાના અંતિમ શ્વાસ પોતાના જન્મ સ્થળે જ લીધા.
૧૯૯૦ના પોપ્યુલર ટીવી શો ટીપુ સુલતાન કી તલવારમાં મૈસૂરના મહારાજના રોલમાં જોવા મળેલા પપ્પૂનો ચહેરો ઓડિયનસમાં હંમશા રહેશે. આ શો માટે તેમને બેસ્ટ સપોટિંગ એક્ટર કેટેગરીમાં નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. પપ્પૂ રુતિક રોશન અને એશ્વર્યા રાયની ફિલ્મ જાધા અકબરમાં ‘મુલ્લા દો પ્યાજા’ના રોલમાં જાવા મળ્યા હતા.
લગભગ ૨૫ વર્ષના લાંબા એકટિંગ કરિયરમાં તેઓએ ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, ખોયા ખોયા ચાંદ, ફૂલ ઔર અંગાર, તુમસે અચ્છા કૌન હૈ અને હીરો હિન્દુસ્તાની જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું. ટીવીની વાત કરીએ તો તેઓએ પ્રતિજ્ઞા, યે પ્યાર ન હોગા કમ, આયારામ ગયારામ, જય માં વૈષ્ણો દેવી, જય હનુમાન અને ઓમ નમઃ શિવાય જેવી હિટ સિરિયલ્સમાં કામ કર્યું હતું. ઓમ નમઃ શિવાયમાં તેઓ નંદીના રોલમાં જાવા મળ્યા હતા.
પપ્પૂ માત્ર એક્ટર જ નહીં પરંતુ તેઓ એક ઉત્તમ ક્લાસિકલ ડાન્સર પણ હતા. તેમને જાણિતા કથક ગુરુ બિરજૂ મહારાજજીના હસ્તે સન્માન પણ મળ્યું હતું. આ ઉપરાંત ઉત્તર પ્રદેશની આંબડેકર યુનિવર્સિટીએ તેમને ડોક્ટરેટ ડિગ્રીથી સન્માનિત પણ કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



