મુંબઈ,તા.૬
લગ્ન પછી ‘વીરે દે વેડિંગ’થી બોક્સઓફિસ પર ધમાલ મચાવી ચૂકેલી કરીના કપૂર ખાન માટે આ વર્ષ બહુ વ્યસ્ત સાબિત થશે. હાલમાં કરીના પોતાની આગામી ફિલ્મ ગુડ ન્યૂઝને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષયકુમાર જાવા મળશે. હાલમાં તે આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સંજાગોમાં કરીનાને એક બીજી મોટી ફિલ્મની ઓફર મળી રહી છે. આ ફિલ્મમાં કામ કરવાનું દરેક ટોચની હિરોઇનનું સપનું હતું. આ ફિલ્મ છે ‘હિન્દી મીડિયમ’ની સિક્વલ. આ સિક્વલમાં કરીના કપૂર અને ઇરફાન ખાનની જાડી મોટા પડદા પર જાવા મળશે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે કરીનાનો ‘હિન્દી મીડિયમ’ની સિક્વલ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. જા કરીના આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી દેશે તો દર્શકોને કરીના અને ઇરફાનની જાડી જાવા મળશે. હાલમાં તો ફિલ્મની ટીમ કરીનાના જવાબની રાહ જાઈ રહી છે. ફિલ્મના નિર્માતા દિનેશ વિજને જણાવ્યું છે કે તેની ટીમ ફિલ્મની સિક્વલ પર કામ કરી રહી છે. હાલમાં તો ઇરફાન લંડનમાં પોતાના ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યુમરનો ઇલાજ કરાવી રહ્યો છે.
‘હિન્દી મીડિયમ’ ૨૦૧૭ની સુપરહિટ ફિલ્મ હતી જેમાં ઇરફાન ખાન અને પાકિસ્તાની એક્ટ્રેસ સબા કમરની જાડી જોવા મળી હતી. આ ફિલ્મે ભારતમાં સારી સફળથા મેળવી હતી અને ચીનમાં પણ લોકોએ એને બહુ પસંદ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




