નાંદોદ ના લોઢણ ગામે છોકરીયો વેચવાનો ધંધો ચાલુ કર્યો હોવાનું માની મહિલા પર હુમલો 

0
294

ફરિયાદી બેન ની આગલા ઘર ની યુવતી ઘરે આવતા લોકો ને એમ લાગ્યું કે છોકરી વેચવા નો ધંધો ફરી ચાલુ કર્યો હોય કુહાડી,ધારિયા જેવા હથિયાર વડે હુમલામાં મહિલા ને ગંભીર ઇજા 

રાજપીપળા : નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા ના લોઢણ ગામમાં રહેતા ફરિયાદી રંજનબેન રઘુભાઇ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ તેમના ગામના હુમલાખોરો પૈકી શંકર વસાવા શના વસાવા દિનેશ વસાવા તેમજ શંકર અને શના ની પત્નીઓ એ ભેગા મળી એના ઘર માં કુહાડી અને ધારિયું લઈ ઘૂસી જઈ એમ કહ્યું કે તુએ છોકરીયો વેચવાનો ધંધો ફરી ચાલુ કર્યો છે…? એમ કહી ગાળાગાળી કરી કુહાડી અને ધારિયા વડે હુમલો કરી ગંભીર ઇજા પોહચાડી હતી જોકે ફરિયાદી ના ઘરે એના આગલા ઘર ની દીકરી નિશા આવી હોવાના કારણે આ લોકો ને એમ લાગ્યું કે રંજનબેન આ છોકરી ને વેચવા લાવ્યા છે જેના કારણે પાંચ વ્યક્તિઓ એ ઝગડો કરી હુમલો કરતા રંજનબેન ને ઇજા થતા ફરિયાદ ના આધારે આમલેથા પોલીસે પાંચ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY