સોશિયલ મીડિયા ટ્રાયલ ન્યાયતંત્રનો વિકલ્પ નહિ બનેઃ સ્વરા ભાસ્કર

0
6

મુંબઈ,તા.૮
અભિનેત્રી સ્વરા ભાસ્કર ચોખ્ખુને ચટ કહેવા માટે જાણિતી છે અને પોતાના વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે. સ્વરા દેશનાં વિવાદાસ્પદ મુદ્દાઓ પર પણ બોલે છે.
સ્વરા ભાસ્કરે અનારકલી ઓફ આરાહ, તન્નું વેડ્‌સ મન્નું, વીર દે વેડીંગ જેવી ફિલ્મોમાં અભિનયનાં અજવાળા પાથર્યા છે. હાલનાં સોશિયલ મીડિયાનાં પ્રભાવ વિશે વાત કરતા આ અભિનેત્રીએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા લોકોને એક બીજા સાથે જાડવાને બદલે ન્યાયતંત્ર બની ગયું છે.
તેણીએ કહ્યું કે, ટ્‌વીટર જસ્ટીસની હું વિરોધી છું. અત્યારે, લોકો વિશે સોશિયલ મીડિયા પર મુકદમો ચાલે છે. મને એવુ લાગે છે કે, સોશિયલ મીડિયા આપણને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે પણ સોશિયલ મીડિયા પર ચાલતી ટોળાશાહીના મુકદમા (ટ્રાયલ) આપણા ન્યાયતંત્રનો વિકલ્પ કિયારેય બની શકશે નહીં. ટોળાશાહી ખરેખર ખતરનાક બાબત છે”.
સ્વરા ભાસ્કરે કહ્યું કે, આપણી પાસે કાયદો છે, વ્યવસ્થા છે, ન્યાયતંત્ર છે અને ન્યાય મેળવવા માટેની એક આખી પ્રક્રિયા છે. કોઇ પણ બાબતનો તાર્કિક રીતે અંત આવી શકે છે. પણ દરેક બાબત કાળા અને ધોળા સ્વરૂપમાં હોતી નથી. આમા કેટલીક બાબતો ધુંધળી પણ દેખાતી હોય છે’.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY