મુંબઈ,તા.૭
સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની ‘કેદારનાથ’ રિલીઝ થઈ ગઈ છે ત્યારે સુશાંતની બીજી ફિલ્મ ‘સોન ચિડિયા’નું ટીઝર લોન્ચ થયું છે. આ ફિલ્મમાં સુશાંત પહેલીવાર ડાકુના રોલમાં જાવા મળશે. સુશાંત અત્યાર સુધી ચોકલેટ બોય ટાઇપના રોલમાં જાવા મળ્યો છે અને તે પહેલીવાર ડાકુના રોલમાં જાવા મળશે. ડિરેક્ટર અભિષેક ચૌબેની આ ફિલ્મ બીહડ અને ડાકુઓના જીવન પર બની છે. આ ફિલ્મમાં સુશાંત, ભુમિ પેડણેકર, મનોજ વાજપેયી, રણવીર શૌરી અને આશુતોષ રાણા જેવા એક્ટર્સ જાવા મળશે.
આ ટીઝરના પહેલા જ દ્રશ્યમાં સુશાંત બધાને ગોળી મારતા રફ અને ટફ રોલમાં જાવા મળી રહ્યો છે. આ ટીઝરમાં જ ખબર પડી જાય છે કે આશુતોષ રાણાનો રોલ બહુ જ નકારાત્મક અને દમદાર છે.
થોડા મહિના પહેલાં જઆ ફિલ્મની ટીમે પોતાના પહેલા શેડ્યુલનું શૂટિંગ આટોપી લીધું છે. આ ફિલ્મનું ડિરેક્શન ‘ઉડતા પંજાબ’ને ડિરેક્ટ કરી ચૂકેલા ડિરેક્ટર અભિષેક ચૌબે કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




