મુંબઈ,તા.૯
સિનિયર અભિનેતા કમ ફિલ્મ સર્જક અજય દેવગણે કહ્યું હતું કે કોમેડીને શા માટે બ્રેનલેસ (ભેજાંગેપ ? ) કહેવી જાઇએ ? સાવ અજાણ્યાઓને હસાવવાનું કામ બ હુ અઘરું છે.
અગાઉ અજય દેવગણ ધમાલ અને ગોલમાલ જેવી કોમેડી ફિલ્મોમાં ચમકી ચુકવ્યો છે. આ સિરિઝની ફિલ્મો સુપરહિટ નીવડી હતી. અજય એવી કેટલીક ફિલ્મોમાં સહનિર્માતા પણ રહી ચુકવ્યો હતો.
એણે કહ્યું કે સૌથી વધુ મગજ કોમેડી બનાવવામાં ચલાવવું પડે છે એટલે કોમેડીને બ્રેનલેસ ફિલ્મ કહી શકાય નહીં. કોમેડીમાં સંવાદો કહેવાની છટાથી માંડીને ટાઇમિંગ સુધી બધી બાબતો કલાકારની આકરી કસોટી કરતી હોય છે. તમે એને બ્રેનલેસ શી રીતે કહી શકો ? દુનિયાભરમાં કોમેડિયનોની બોલબાલા છે. કોમેડિયન થવું દરેક કલાકાર માટે શકીય હોતું નથી.
‘માત્ર ભારતમાં નહીં, દુનિયાભરમાં કોમેડિયનો ટોચના કલાકાર ગણાય છે. એમને બ્રેનલેસ કહેવા એ કલાનું અપમાન છે’ એમ અજયે કહ્યું હતું. તેણે ઉમેર્યું હતું કે માત્ર વાંકો ચૂકો ચહેરો કરવાથી લોકો હસે નહીં. એમાં પણ બૌદ્ધિક ક્ષમતા જાઇએ. કોમેડી ફિલ્મ વારંવાર જાવા છતાં માણસ કંટાળતો નથી એ જ એની અનિવાર્યતા પુરવાર કરે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




