બીલીમોરા તાંત્રિક બાબા પ્રકરણમાં

0
6

અશ્લીલ વીડિયો વાયરલ કરનાર સુરતના આરોપીના બે દિ’ના રિમાન્ડ
મહુવાની પીડિતાના કેસમાં બારડોલી કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા
સુરત, તા.૫
બીલીમોરાના તાંત્રિક દ્વારા મહુવા વિસ્તારની એક પરિણીતા સાથે બળાત્કાર ગુજારવાના એક કિસ્સામાં અશ્લીલ વીડિયો વાયરલ કરનારા ભીમરાડના આરોપીની બારડોલીના સીપીઆઈ ચૌહાણ દ્વારા ધરપકડ કરાયા બાદ તેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહુવા વિસ્તારની એક પરિણીતાને ધાર્મિક તાંત્રિક વિધિ કરવાના બહાને સાપુતારા વૈશાલી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ બબ્બે વાર બળાત્કાર બીલીમોરાïના તાંત્રિક શૈલેષ નાયકા દ્વારા ગુજારવામાં આવ્યો હતો. બળાત્કારની ઘટના બે વર્ષ પહેલા બની હતી. મહુવા પોલીસ મથકમાં પરિણીત પીડિતાએ તાંત્રિક શૈલેષ નાયકા વિરૂદ્ધ ફરિયાદï દાખલ કરી હતી. જાકે આ તાંત્રિકïનો અશ્લીલ વીડિયો વાયરલ કરનારા ભીમરાડના પિતા જયેશ પટેલ અને પુત્ર આકાશ પટેલ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ડીસીબી ક્રાઈમ બ્રાંચ ઉધના-મગદલ્લા રોડ પર આવેલા ચોસઠ જાગણી માતાïના મંદિર પાસેથી જયેશ પટેલની ધરપકડ કરી તેનો કબજા મહુવા પોલીસને સુપરત કર્યો હતો. આ ગુનાની તપાસ કરનારા બારડોલી સીપીઆઈ ચૌહાણે તેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાંડ મેળવ્યા હતા. પોલીસે રજૂ કરેલા રિમાંડની અરજીïમાં જણાવ્યું હતું કે આરોપી જયેશ પટેલ દ્વારા અન્ય કેટલી યુવતીઓના અશ્લીલ વીડિયો વાયરલ કરવામાં આવ્યા છે અને તેના મોબાઈલ ફોન પણ કબજે કરવાનો બાકી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY