પ્રિયા પ્રકાશનાં કિસિંગ વિડીયોને યૂઝર્સે અભદ્ર ગણાવ્યો

0
10

મુંબઈ,તા.૯
આંખ મારીને રાતો રાતો સેલેબ્રિટી બની ચુકેલી એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરનો એક વધુ વિડીયો સામે આવ્યો છે. આ પ્રિયા પ્રકાશનો કિસિંગ વિડીયો છે, જેમાં તે પોતાના કા-સ્ટારને લિપ્સ પર કિસ કરી રહી છે. આ લિપ લાક વિડીયોને લઇને પ્રિયા પ્રકાશ ટ્રોલ થઇ રહી છે. પહેલા વિડીયોએ જ્યાં પ્રિયા પ્રકાશને રાતોરાત પ્રખ્યાત બનાવી દીધી હતી તો હવે એવું લાગે છે કે આ વિડીયોને કારણે માર્કેટમાં તેની ઇમેજ પ્રભાવિત થઇ શકે છે.
પ્રિયા પ્રકાશ પર ઇન્ટરનેટ યૂઝર્સનો આરોપ છે કે તે સ્કૂલનાં વિદ્યાર્થીઓને પોતાના આ વિડીયો દ્વારા બગાડી રહી છે. એક્ટ્રેસ પ્રિયાનો આ કિસિંગ સીન તેની મલયાલમ ફિલ્મ ‘ઓરૂ અદાર લવ’નો છે. ૬ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે વીક શરૂ થયાનાં થોડાક દિવસ પહેલા યૂટ્યૂબ પર આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ વિડીયોને ૨૦ લાખ વ્યૂઝ મળી ચુક્વ્યા છે. ધ્યાન ખેંચનારી વાત એ છે કે આ વિડીયોને ૫૦ હજારથી વધારે ડિસલાઇક મળી છે. આ કિલપ અત્યારે ઘણી જ શેર થઇ રહી છે.
યૂઝર્સે પુછ્યું કે આને રોમાન્સ કઇ રીતે કહી શકાય? આ એક ખરાબ અને અભદ્દ કિલપ છે જેનો ઉપયોગ પોતાની ફિલ્મનાં પ્રમોશન માટે કરવામાં આવ્યો છે. યૂઝર્સે પ્રિયાને આ વિડીયો માટે ફટકાર લગાવી છે. યૂઝર્સે કહ્યું છે કે પોતાની ફિલ્મોને હિટ બનાવવા સ્કૂલનાં બાળકોને બગાડવાનું બંધ કરો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY