મુંબઇ,તા.૧૦
બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર આજ કાલ ખૂબ ચર્ચામાં છે. હાલમાં જ સોનમ કપૂરની ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસા લગા’ રિલીઝ થઈ છે. આ ફિલ્મને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. હવે ખબર આવી રહી છે કે સોનમની આ ફિલ્મને ‘એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આટ્ર્સ એન્ડ સાયન્સ’ની ઓસ્કર લાઈબ્રેરીમાં શામેલ કરવામાં આવ્યું છે. જ્યારે આ વાત સોનમને પુછવામાં આવી ત્યારે તેણે કહ્યું તે આ ખબરથી ખૂબ ખુશ છે.
ફિલ્મની વાત કરવામાં આવે તો સોનમની આ ફિલ્મ સમલેંગિક સંબંધોની એક પ્રેમ કહાણી છે, જેમાં સમાજ અને પરિવારના મોર્ચા પર તેમની સમક્ષ આવવા વાળી મુશ્કેલીઓને દર્શાવવામાં આવી છે. જાણકારી અનુસાર એએમપીએએસે ફિલ્મ નિર્માતાઓ પાસેથી ફિલ્મની કહાણીની એક પ્રતિ માંગી છે જેથી તેને પોતાના સ્થાનિક સંગ્રહમાં સામેલ કરી શકે.
સોનમે જણાવ્યું કે ‘એક લડકી કો દેખા તો એસા લગા’ મારા માટે સૌથી ખાસ ફિલ્મ છે. મારા પિતા સાથે આ મારી પહેલી ફિલ્મ છે અને બીજુ કે આમા એક એવો મહત્વપૂર્ણ સંદેશ છે જેની જરૂરત પણ હતી. હું ખૂબ ખુશ છું કે તેને ઓસ્કર લાઈબ્રેરીમાં મુકવા માટે પંસદ કરવામાં આવી છે. ફિલ્મને દર્શકો તરફથી મળી રહેલા પ્રેમથી પણ હું ખૂબ ખુશ છું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





