મુંબઇ,તા.૧૦
વરુણ ધવન, આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમની કારકિર્દીની શરૂઆત કરણ જાહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ આૅફ ધ યર’થી કરી હતી અને હવે આ ફિલ્મનો બીજા ભાગ ‘સ્ટુડન્ટ આૅફ ધ યર ટૂ’ ટૂંક સમયમાં રિલીઝ થવાનો છે. આ ફિલ્મથી ચંકી પાન્ડેની દીકરી અનન્યા પાંડે અને તારા સુતારિયા બાલીવૂડમાં એન્ટ્રી મારી રહી છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ મુખ્ય પાત્રમાં જોવા મળશે. ખબર છે કે આ ફિલ્મમાં આલિયા, વરુણ અને સિદ્ધાર્થને એક કેમિયો કરવાનું કહેવામાં આવ્યું છે. જોકે, તે માટે વરુણ અને સિદ્ધાર્થે તૈયારી દર્શાવી છે, પરંતુ આલિયા તે માટે ખચકાટ અનુભવી રહી છે. તેનું કારણ આલિયાનો બાયફ્રેન્ડ રણબીર કપૂર છે. હાલમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ રિલેશનશિપમાં છે.
જાકે, અગાઉ આલિયા અને સિદ્ધાર્થ મલ્હોત્રા એકબીજાના પ્રેમમાં હતા, બાદમાં તેઓ છૂટા પડી ગયા હતા. આથી આલિયા તેના ભૂતપૂર્વ પ્રેમી સાથે ફરી કામ કરવાને લઇને અવઢવમાં છે. બીજી બાજુ એક ઇવેન્ટમાં રણબીરે જણાવ્યું હતું કે તે તેની ગર્લફ્રેન્ડને લઇને ઘણો પઝેસિવ છે અને તેને જલદીથી ઇર્ષ્યા પણ આવી જાય છે. આવી પરિસ્થિતિ વચ્ચે આલિયા તેના ઍકસ બાયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે કામ કરતા અગાઉ બેવાર વિચારે તો એમાં નવાઇ નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




