મુંબઇ,તા.૧૦
ગયા વર્ષે શાહરૂખ ખાન સલમાન ખાન અને આમિર ખાનની ફિલ્મો કંઈ ખાસ કામ નથી કરી શકી. આ વાતની દરેક જગ્યા પર ચર્ચા થઈ રહી છે. અજય દેવગણે તેને લઈને એક કારણ જણાવ્યું છે.
અજય દેવગણે એક ઈન્ટરવ્યૂમાં શાહરૂખ, સલમાન અને આમિરની ફ્લોપ ફિલ્મો પર પોતાનો મત આપ્યો છે. તેણે જણાવ્યું કે ગયા વર્ષે આ ત્રણેયની જે ફિલ્મો નથી ચાલી તેની પાછળ કારણ ફક્ત એટલું જ હતું કે તેમની ફિલ્મો સારી ન હતી. જેના કારણે આ ફિલ્મો ન ચાલી અને તે કોઈ પણ સાથે થઈ શકે છે.
અજય દેવગણ તેમની ફિલ્મ ટોટલ ઘમાલ વિશે પણ જણાવ્યું. અજય દેવગણે ફિલ્મના વખાણ કરતા જણાવ્યું કે જે પ્રકારે ફિલ્મના નિર્દેશક ઈન્દ્ર કુમાર તેને ફિલ્મની કહાણી જણાવી રહ્યા હતા એજ રીતે જા તે પરદા પર બતાવી શકે તો તે ફિલ્મ હીટ થઈ શકે. આ ફિલ્મમાં અજય દેવગણ ઉપરાંત અરશદ વારસી, અનિલ કપૂર, માધુરી દિક્ષિત, રિતેશ દેશમુખની મહત્વની ભુમિકા છે. આ ફિલ્મ ૨૨ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





