મુંબઈ પોલીસે ૩૮ કરોડના કોકેન સાથે ચાર વિદેશી આરોપીની ધરપકડ કરી

0
5

મુંબઇ,તા.૧૧
મુંબઈના અંબોલીમાંથી પોલીસે કરોડો રૂપિયાનું કોકેન પકડી પાડ્યું છે. આ કોકેનના મુદ્દામાલ સાથે પોલીસે ચાર વિદેશી આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે વાત કરવામાં આવે તો મુંબઈ પોલીસને આંબોલી વિસ્તારમાં મોટા પાયે કોકેનની સપ્લાય થતી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે જેતે જગ્યા પર રેડ કરતા ત્યાંથી મોટી માત્રામાં કોકોનનો જથ્થો મળી આવ્યો હતો. આ કોકેનના મુદ્દામાલ સાથે આંબોલી પોલીસ દ્વારા ૪ વિદેશો આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ કોકેનની હેરાફેરી કરવા માટે અનોખી રીત અપનાવી હતી. આ આરોપીઓનો ભાંડો ન ફૂટે તે માટે તેઓ ઘરમાં ડેકોરેશન માટે લગાડવામાં આવતા પડદાની અંદર કોકેન રાખીને તેનું વેચાણ કરતા હતા.
હાલ આંબોલી પોલીસે ૩૮ કરોડના કોકેનના મુદ્દામાલ સાથે એક મહિલા સહીત ચાર વિદેશી આરોપીઓની ધરપકડ કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ચાર આરોપીઓમાંથી ત્રણ આરોપી નાઈજીરિયન અને એક યુવતી બ્રાઝીલની છે અને આ બ્રાઝીલની યુવતી ત્રણ મહિના પહેલા મુંબઈની ભાઈખલા જેલમાંથી છૂટીને આવી છે. હાલ પોલીસે આ તમામ આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે કે, તેઓ આ કોકેન કોની પાસેથી લાવ્યા હતા, કોને કોને વેચાણ કરતા હતા અને તેઓ કેટલા સમયથી આ ધંધો કરે છે. આ ઉપરાંત આ ચાર સિવાય બીજા કોઈ ઇસમો આ ધંધામાં સંડોવાયેલા છે કે નહીં. આગમી દિવસોમાં પૂછપરછમાં જાણવા મળતી માહિતીના આધારે પોલીસ દ્વારા આરોપીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY