એક દિવસના કડાકા બાદ શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ ૩૬૦ અંક વધ્યો

0
5

મુંબઈ,તા.૭
દિગ્ગજ શેરોની સાથે મિડ-કેપ શેરોમાં પણ આજે વધારો થયો હતો. પરંતુ સ્મોલકેપ શેરો નબળા રહ્યાં હતા. બીએસઇનો મિડ-કેપ ઇન્ડેક્સ ૦.૨ ટકા વધીને ૧૪૭૧૭.૪૯ પર બંધ રહ્યો હતો. તે જ સમયે સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૩ ટકાની નબળાઇ સાથે ૧૪૧૦૪.૬૫ પર બંધ રહ્યો હતો.
પીએસયુ બેંકના શેરમાં નબળાઇ જાવા મળી હતી. જાકે, ખાનગી બેંક શેરોમાં મજબૂત ખરીદી જાવા મળી હતી. જેના લીધે બેંક નિફ્ટીમાં ૧.૫ ટકાનો વધારો થયો હતો. જે ૨૬,૫૯૪.૩૦ ની સપાટીએ બંધ થયો છે.
જા કે, પીએસયુ બેંકોમાં વેચવાલીના દબાણને કારણે, નિફ્ટીનો પીએસયુ બેંક ઇન્ડેક્સ ૦.૦૪ ટકાની નબળાઈ સાથે લાલ ચિહ્નમાં બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટીની ખાનગી બેંક ઇન્ડેક્સ લગભગ ૨ ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો.
છેલ્લે બીએસઈનો ૩૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૩૬૧.૧૨ પોઇન્ટ એટલે કે ૧.૦૨ ટકા વધીને ૩૫,૬૭૩.૨૫ પર બંધ રહ્યો હતો. બીજી બાજુ, એનએસઈના ૫૦ શેરનો પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટી ૯૨.૫૫ પોઇન્ટ એટલે કે ૦.૮૭ ટકાની મજબૂતી સાથે ૧૦,૬૯૩.૭૦ ની સપાટીએ બંધ રહ્યો હતો.
ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડાને કારણે ગયા મહિને બજારમાં આશરે પાંચ ટકા તેજી આવી હતી. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે રૂપિયામાં પણ સુધારો થયો હતો અને એફઆઇઆઇનો નાણાપ્રવાહ હકારાત્મક બન્યો હતો અને તેનાથી ચાલુ ખાતાની ખાધમાં રાહત મળી છે.
અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મુદ્દે ટૂંકા ગાળા માટે સુલેહ, ફેડના વડાના હળવા નિવેદન અને ઘરેલુ ફાઇનાન્સિયલ સિસ્ટમમાં લિક્વીડિટીની સ્થિતિમાં સુધારા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના સંભવિત પગલાં જેવા બજાર માટે પોઝિટિવ પરિબળો છે. ફેડના વડાએ અમેરિકામાં વ્યાજદરમાં વધારામાં ધીમી ગતિનો સંકેત આપ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY