મને એક્સ સ્ટૂડન્ટ પર ક્રશ છેઃ તારા સુતરિયા

0
3

મુંબઈ,તા.૧૨
સિદ્ધાર્થ મલ્હોત્રા આજકાલ ખૂબ ખુશ છે અને તેનું કારણ પણ ખાસ છે. એક તો તેને સતત સારી ફિલ્મો મળી રહી છે અને બીજુ કારણ છે જે જાણીને તમે પણ ચોંકી જશો. જાકે, આ ખબરો ઘણા સમયથી સામે આવી રહી છે કે સિદ્ધાર્થ, તારા સુતારિયાને ડેટ કરી રહ્યા છે પરંતુ આ ખબર પર તારાએ તેની ચુપ્પી તોડી છે.
તારા સુતારિયા હાલ સ્ટૂડેન્ટ ઓફ ધ યર-૨ ની શુટિંગમાં વ્યસ્ત છે. પરંતુ ફિલ્મ શરૂ થતા જ આ ખબર સામે આવવા લાગી હતી કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતારિયા એકબીજાને ડેટ કરી રહ્યા છે. જાકે, બન્નેએ આ ખબર પર ચુપ્પી રાખી હતી પરંતુ મીડિયા રિપોટ્‌ર્સમાં આ દાવો કરવામાં આવ્યો કે તેમના રિલેશનની હજી શરૂઆત છે અને બન્ને નથી ઇચ્છતા કે તેમના રિલેશન અંગે કોઇને ખબર પડેય પરંતુ હવે આ દરેક ખબર પર તારાએ ચુપ્પી તોડી છે. હાલમાં તારા કરણ જાહરના એક શો પર પહોંચી હતી અને કરણના એક સવાલ પર કÌšં કે મને એક્સ સ્ટૂડન્ટ્‌સ પર ક્રશ છે અને ન તો મને કરન્ટ સ્ટૂડન્ટ્‌સ પર.. તારાએ ઇશારામાં પણ તેની ભાવનાઓ જાહેર કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે તારા સુતારિયા ફિલ્મ ‘સ્ટૂડન્ટ્‌ ઓફ ધ યર ૨’માં ડેબ્યુ કરી રહી છે. સાથે જ અનન્યા પાંડે પણ આ ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી લઇ રહી છે. આ બન્ને સિવાય ફિલ્મમાં ટાઇગર શ્રોફ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. આ ફિલ્મ જલદી જ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY