મુંબઈ,તા.૧૨
મહાન બેટ્સમેન સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુન તેન્ડુલકરની ૨૩-હેઠળના ખેલાડીઓ માટેની એક દિવસીય મેચોની લીગ સ્પર્ધા માટે મુંબઈની ટીમમાં પસંદગી થઈ છે. સ્પર્ધા ૧૪મી ફેબ્રુઆરીથી ૪થી માર્ચ સુધી જયપુરમાં યોજાનાર છે.
ડાબોડી ફાસ્ટ બાલર અર્જુન સ્થાનિક સ્પર્ધાઓમાં સારા દેખાવ સાથે હાલ ઉત્તમ ફોર્મમાં છે.
મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (એમ. સી. એ.)ના જુનિયર સિલેક્ટરોએ જાહેર કરેલી ટીમ નીચે મુજબ છેઃ જય બિસ્તા (કેપ્ટન), હાર્દિક ટમોર (વિકેટકીપર), સુવેદ પારકર, ચિન્મય સુતાર, સિદ્ધાર્થ અકરે, કર્ષ કોઠારી, તનુશ કોટિયન, અકિબ કુરેશી, અંજદીપ લાડ, કૃતિક હનાગાવડી, આકાશ આનંદ, અમન ખાન, અથર્વ અન્કોલેકર, અર્જુન તેન્ડુલકર અને સાઈરાજ પાટીલ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




