૧૪-૧૫ મહિનાથી વિલંબમાં પડેલ ‘તોડબાજ’નું શૂટિંગ આખરે પૂર્ણ

0
19

મુંબઈ,તા.૧૪
સિનિયર અભિનેતા સંજય દત્ત અને અભિનેત્રી નરગિસ ફખ્રીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ તોડબાજનું શૂટિંગ આખરે પૂર્ણ થયાની જાહેરાત કરાઇ હતી. છેલ્લા ૧૪-૧૫ મહિનાથી આ ફિલ્મ વિલંબમાં પડી હતી જેનું કારણ કોઇને ખબર નહોતી. ફિલ્મના નિર્માતા રાહુલ મિત્રાએ કહ્યુ કે સંજયદત્તે તાજેતરમાં એમના છેલ્લા સીનનું શૂટિંગ પૂરું કર્યું હતું.
હવે સંજય દત્ત આશુતોષ ગોવારીકરની ફિલ્મ પાણીપતના રોલની તૈયારી શરૂ કરશે. રાહુલે વધુમાં એવી માહિતી આપી હતી કે અમે એઝલ સ્ટુડિયોમાં ખાસ સેટ ઊભો કરાવ્યો હતો. બાળકોને સૂસાઇડ બોમ્બર્સ તરીકે તૈયાર કરવાની કથા આ ફિલ્મમાં છે અને એના શૂટિંગનો આરંભ ૨૦૧૭માં કિર્ગીસ્તાનમાં થયો હતો. ત્યારબાદ વચ્ચે શૂટિંગ પડ્યું હતું અને છેક ૨૦૧૮ના મેમાં ફરી શરૂ થયું હતું.
વચ્ચે વચ્ચે કામ શા માટે અટકી પડતું હતું એવા સવાલના જવાબમાં રાહુલ મિત્રાએ કહ્યુ કે આ ફિલ્મ બનાવવી ખૂબ અઘરી હતી અને એમાં વીએફએક્સનું ટેકિનકલ કામ વધુ હતું. એટલે મોડું થયું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY