મધુ મન્ટેના ૬૦૦ કરોડના ખર્ચે ‘રામાયણ’ આધારિત ફિલ્મ બનાવશે

0
8

મુંબઈ,તા.૧૪
મધુ મન્ટેના રામાયણ પર આધારિત ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યા છે. જેનું બજેટ ૬૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. છેલ્લા એક વર્ષથી આ પ્રોજેક્ટ લખાણના તબક્કામાં છે. આ ફિલ્મ માટે ૩ડીમાં શૂટિંગ કરવામાં આવશે અને એને ત્રણ પાટ્‌ર્સની સીરિઝ તરીકે રિલીઝ કરવામાં આવશે. એને હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે.
બોલિવૂડની સૌથી ખર્ચાળ ફિલ્મ ‘ઠગ્ઝ ઓફ હિન્દોસ્તાં’ છે. જેનું બજેટ ૩૦૦ કરોડ રૂપિયા કરતાં વધારે હોવાનું કહેવામાં આવ્યું હતું. રજનીકાંત અને અક્ષય કુમાર સ્ટારર ‘૨.૦’ એ અત્યાર સુધીની સૌથી ખર્ચાળ ઈન્ડિયન ફિલ્મ છે. જેને લગભગ ૫૫૦ કરોડ રૂપિયાના બજેટથી તૈયાર કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY