શેરબજારમાં ભારે ઉથલ-પાથલ બાદ સેન્સેક્સ ૧૫૮ અંક ઘટ્યો

0
7

મુંબઇ,તા.૧૪
નિફ્ટીના પહેલા વીકલી એક્સપાયરી દિવસે બજારમાં ભારે ઉથલ પાથલનો માહોલ રહ્યો હતો. આજે નિફ્ટી લગભગ ૦.૫ ટકાની કમજારી સાથે ૧૦૭૫૦ની નીચે આવી ગયુ હતુ. સેન્સેક્સમાં ૧૫૦ પોઈન્ટનો ઘટાડો થયો હતો. જા કે દિવસના નિચલા સ્તર પર થોડો સુધારો જોવા મળ્યો હતો.
બેન્ક નિફ્ટીમાં સારી રિકવરી સાથે બંધ થવામાં સફળ રહ્યો હતો. મિડકેપ ઈન્ડેક્સે કેટલાયે સત્રમાં દબાણના કારણે આજે લીલા નીશાન પર ક્લોજીંગ આપ્યુ હતુ. મિડકેપ ઈન્ડેક્સમાં આજે ૯૯ પોઈન્ટ વધીને ૧૬,૩૭૨ પર બંધ થયો હતો. બેન્ક નિફ્ટીમાં ૮૫ પોઈન્ટ વધીને ૨૬,૯૭૧ પર બંધ થયો હતો.
આજે તેલ અને ગેસમાં ૧૦માંથી ૯ શેરોમા વેચવાલી જાવા મળી હતી, તો પાવર ઈન્ડેક્સ ૩ વર્ષના નીચલા સ્તર પર બંધ થયો હતો. સ્મોલકપ શેરોમાં વેચવાલીના કારણે સ્મોલકેપ ઈન્ડેક્સમાં આજે ૨ વર્ષના નીચલા સ્તર પર બંધ થયો હતો. તેલ ગેસ, આઈટી શેરોમાં વેચવાલી જાવા મળી હતી જ્યારે ઓટો, ફાર્મામાં ખરીદારી જાવા મળી હતી.
આજના કારોબારમાં આઈઓસી, બીપીસીએલ, હિંડાલ્કો, અને ભારતી એરટેલમાં સૌથી વધુ ઘટાડો જાવા મળ્યો હતો. તો યસ બેન્ક, જી એન્ટરટેન્મેન્ટ, ઈન્ડીયાબુલ્સ હાઉસિંગ અને જેએસડબ્લ્યૂ સ્ટીલમાં સૌથી વધુ વધારો જાવા મળ્યો હતો.
કારોબારના અંતમાં બીએસઈના ૩૦ શેરોમાં પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં ૧૫૭.૮૯ ટકા એટલેકે ૦.૪૪ ટકાની કમજારી સાથે ૩૫૮૭૬.૨૨ના સ્તર પર બંધ થયો હતો. તો એનએસઈના ૫૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટીમાં ૪૭.૬૦ પોઈન્ટ એટલેકે ૦.૪૪ ટકાના કડાકા સાથે ૧૦૭૪૬.૦૫ના સ્તર પર બંધ થયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY