રાજનાથસિંહ આજે શ્રીનગર જશે
શ્રીનગર,તા.૧૪
જમ્મુ કાશ્મીરના પુલવામામાં હાઇવે પર સૌથી મોટો આતંકી હુમલો થયો છે, આ હુમલામાં ૨૭ જવાન શહીદ થયા છે, જ્યારે ૪૦થી વધુ ઘાયલ થયા છે, CRPFનો ૨૫૦૦ જવાનોનો કાફલો પસાર થઇ રહ્યો હતો ત્યારે હુમલાને અંજામ અપાયો છે. હુમલાને લઇને નેતાઓએ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે. જેમાં કોંગ્રેસના પ્રવક્તા રાજદીપ સૂરજેવાલાએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા.
પૂલવામામાં થયેલા આંતકી હુમલાની ઘટનાને વખોડતા કોંગ્રેસ પ્રવક્તા રાજદીપ સૂરજેવાલાએ કહ્યુ કે ‘અમે આ કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરીએ છીએ, શહીદોના પરિવાર પ્રત્યે અમારી સંવેદના છે. આ છેલ્લા પાંચ વર્ષમાં ૧૮મો આતંકી હુમલો છે, ૫૬ ઇંચની છાતી આ હુમલાનો કિયારે જવાબ આપશે’ . તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ હુમલાની નિંદા કરી છે.
તો હુમલા બાદ હોમ મિનિસ્ટર રાજનાથ સિંહે CRPF ના DG સાથે વાતચિત કરી હતી, તથા આજે જમ્મુ-કાશ્મીર જશે તેવું કહેવામાં આવી રહ્યુ છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરના રાજભવન પ્રવક્તાએ નિવેદન આપ્યું છે કે રાજ્યપાલે સુરક્ષાદળોને સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન જિલ્લા સ્તરે પોલીસકર્મીઓને સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




