૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટનો આરોપી દુબઈથી પકડાયો, ભારત લવાશે

0
6

મુંબઈ,તા.૧૫
મુંબઈમાં ૧૯૯૩માં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં વિસ્ફોટકને ટ્રાંસપોર્ટ કરવાના આરોપી ૫૧ વર્ષના ભાગેડુ અબુ બકરને સાઉદી અરબમાં પકડવામાં આવ્યો છે. ભારતીય સુરક્ષા એજન્સીઓથી પ્રાપ્ત ઈનપુટની મદદથી આરોપીને પકડવામાં આવ્યો છે જેને જલદી જ ભારત લાવવામાં આવશે. સેન્ટ્રલ મુંબઈ નિવાસી અબુ બકર અબ્દુલ ગફૂરે બ્લાસ્ટ પહેલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કથિત રુપથી ઘણા લોકો સાથે મળીને વિસ્ફોટકો અને હથિયારોની ટ્રેનિંગ લીધી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર બોમ્બ બ્લાસ્ટ કેસમાં કિયારેય પકડવામાં નથી આવ્યો. સૂત્રો અનુસાર અબુ બકરનું નામ તપાસ દરમિયાન અને બીજા આરોપીઓના નિવેદનોથી હટાવી દેવામાં આવ્યું હતું. આને લઈને સીબીઆઈએ નવેમ્બર ૧૯૯૭માં રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. ઈન્ટરપોલ નોટિસે દેશદુનિયાની સુરક્ષા એજન્સીઓના આરોપી મામલે એલર્ટ આપ્યું હતું અને આરોપીને પકડવા માટે આદેશ આપ્યો હતો.
જા કે એ વાતની પુષ્ટિ નથી થઈ કે તેને સઉદી પોલીસ દ્વારા કેવી રીતે પકડવામાં આવ્યો. બ્લાસ્ટની તપાસમાં સામે આવ્યું હતું કે અબુ બકરે ૧૨ માર્ચ ૧૯૯૩ સીરિયલ બોમ્બ બ્લાસ્ટ પહેલા ષડયંત્રનું પ્લાનિંગ કરવા માટેની મીટિંગમાં ભાગ લીધો હતો. મીટિંગ ઘણી જગ્યાઓ પર થઈ હતી અને મામલાના મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહિમ પણ આ બેઠકોમાં શામિલ થયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY