સ્ક્રીપ્ટ નબળી હોય ત્યારે કલાકારનું પ્રેસર વધી જાય : અનિલ કપૂર

0
4

મુંબઈ,તા.૧૫
વેલકમ અને ટોટલ ધમાલ જેવી ફિલ્મોમાં કોમેડી કરનારા સિનિયર અભિનેતા અનિલ કપૂરે કહ્યું હતું કે લખાણ નબળું હોય ત્યારે અદાકારો પર પ્રેસર વધી જાય છે.
અનિસ બઝ્મીની વેલકમ ફિલ્મમાં નાના પાટેકર સાથે કોમેડી કરી ચૂકેલા અનિલે ઇન્દ્ર કુમારની ટોટલ ધમાલમાં પણ કોમેડી કરી છે. હાલ એ અનિસ બઝ્મીની પાગલપંતી ફિલ્મ કરવાનો છે. એણે કહ્યું કે સ્ક્રીપ્ટ મજબૂત હોય ત્યારે અદાકાર સહેલાઇથી પોતાના પાત્રને જીવી જાય છે પરંતુ લખાણ નબળું હોય ત્યારે અદાકારનું પ્રેસર વધી જતું હોય છે. દર્શકને પાત્ર અને કથા સ્વાભાવિક લાગે એ માટે કલાકારે વધુ પસીનો પાડવો પડે છે.
‘ખાસ કરીને કોમેડીમાં સંવાદો અને ટૂચકા પ્રતીતિજનક હોવા જાઇએ. અદાકાર ચોક્કસ ટાઇમિંગ અને ડાયલોગ ડિલિવરી દ્વારા એ રજૂ કરે એ ક્ષણે તરત દર્શક હસી પડવો જાઇએ. તોજ સ્ક્રીપ્ટ પાછળ લીધેલી મહેનત લેખે લાગે. સદ્ભાગ્યે મને મળેલી મોટા ભાગની કોમેડી ફિલ્મોમાં સ્ક્રીપ્ટ બળકટ હતી એટલે મને જરાય પ્રેસરનો અનુભવ થયો નથી. ટોટલ ધમાલમાં પણ સ્ક્રીપ્ટ જારદાર છે એટલે કલાકારો સ્વાભાવિક રીતેજ સરસ કામ કરી ગયા’ એમ અનિલે કહ્યું હતું. અનિસ પોતાના યુનિટ અને કલાકારો સાથે લંડનમાં પહોંચ્યો છે. પાગલપંતીનું શૂટિંગ મેટે ભાગે લંડનમાં પૂરું કરાશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY