મારી બાયો-ફિલ્મ માટે વિકાસ બહલ જ બેસ્ટ ડાયરેક્ટર : ગણિત શિક્ષક

0
21

મુંબઈ,તા.૧૫
બિહારના ગરીબ વિદ્યાર્થીઓને આઇઆઇટીમાં સહેલાઇથી પ્રવેશ મેળવી આપવા ગણિત શીખવતા શિક્ષક આનંદ કુમારે કહ્યું હતું કે મારી બાયો-ફિલ્મ સુપર ૩૦ માટે વિકાસ બહલ જ બેસ્ટ ડાયરેક્ટર હતા
વિકાસ બહલ સામે હીરોઇનો જાડે ગેરવર્તન કરવાના આક્ષેપ થતાં એને સુપર ૩૦ના ડાયરેક્ટરપદેથી હાંકી કઢાયો હતો. જા કે વિકાસે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું હતું અને ફિલ્મ પોસ્ટ પ્રોડક્શન લેવલ પર હતી ત્યારે અનુરાગ કશ્યપને લાવવામાં આવ્યા હતા. જા કે અનુરાગે સ્પષ્ટતા કરી હતી કે ડાયરેક્ટર તરીકે મારું નામ હું મૂકવા નહીં દઉં. આ ફિલ્મ વિકાસ બહલે બનાવી છે એટલે ડાયરેક્ટર તરીકે પણ એનું નામ મૂકાવું જાઇએ.
અનુરાગના આગમનને આનંદ કુમારે બિરદાવ્યું નહોતું. એમણે કહ્યું કે સુપર ૩૦ સાથે અનુરાગ કોઇ રીતે જાડાયેલા નહોતા એટલે એમને પોસ્ટ પ્રોડક્શનનું કામ સોંપાય એ વાજબી નથી. મારી બાયો-ફિલ્મ માટે વિકાસ બહલ જ યોગ્ય વ્યક્તિ હતી. એમને જ પોસ્ટ પ્રોડક્શનનું કામ સોંપાવું જાઇએ એમ હું માનું છું.
આનંદ કુમારે એવો દાવો કર્યો હતો કે અનુરાગ કશ્યપને મારી જાણ બહાર લાવવામાં આવ્યા છે. મને તો મિડિયા રિપોર્ટ દ્વારા ખબર પડી કે અનુરાગ કશ્યપને વિકાસના સ્થાને લાવવામાં આવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY