મુંબઈ,તા.૧૬
ઇન્ટરનેશનલ લેવલનો અભિનેતા ઇરફાન ખાન મગજમાં કેન્સરની ગાંઠની સારવાર પૂરી કરીને મુંબઇમાં પાછો ફર્યો હોવાના સમાચાર હવે જૂના થઇ ગયા પરંતુ લેટેસ્ટ વાત એવી છે કે હાલ એ હિન્દી મિડિયમ ટુનું કામ શરૂ નહીં કરે.
ઇરફાન ખાન મુંબઇ પાછો ફર્યો ત્યારે મિડિયાના એક અંશમાં એવા રિપોર્ટ પ્રગટ થયા હતા કે એ ટૂંક સમયમાં હિન્દી મિડિયમ ટુ ફિલ્મ શરૂ કરશે પરંતુ ઇરફાનના પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ હેવી કીમોથેરપીના ડાઝ પછી ડાક્ટરોએ એને પૂરતો આરામ કરીને તરોતાજા થયા બાદ કામ પર ચડવાની સલાહ આપી હતી એટલે હાલ ઇરફાન માત્ર આરામ લેવાનો છે.
બહુ તો પોતાને ગમતી વાંચવા કે સંગીત સાંભળવા જેવી પ્રવૃત્તિ કરશે પરંતુ હાલ કોઇ ફિલ્મના શૂટિંગમાં સહભાગી થવાનો નથી એવું આ સૂત્રે કહ્યું હતું.
સૂત્રે વધુમાં કહ્યું કે મગજની ગાંઠની સારવાર પછી સાજા થવાની પ્રક્રિયા એકદમ ધીમી હોય છે એટલે જરા પણ ઉતાવળ કરી શકાય નહીં. ઇરફાનને કામ પર ચડવાની કોઇ ઉતાવળ નથી અને એવી ઉતાવળ નહીં કરવાની સ્પષ્ટ સલાહ પણ નિષ્ણાત ડાક્ટરોએ એને આપી છે. એટલે એ નજીકના ભવિષ્યમાં હિન્દી મિડિયમ ટુ ફિલ્મ શરૂ કરશે એવા મિડિયા રિપોર્ટ સાચા નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



