‘મેરે પ્યારે પીએમ’ સામાજિક છે, પોલિટિકલ નથીઃ ફિલ્મ સર્જક

0
4

મુંબઈ,તા.૧૬
ફિલ્મ સર્જક રાકેશ ઓમપ્રકાશ મહેરાએ એવી સ્પષ્ટતા કરી હતી કે મારી આગામી ફિલ્મ મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટર કોઇ પોલિટિક્લ ફિલ્મ નથી, સામાજિક ફિલ્મ છે.
અત્યારે જે વાતાવરણ પ્રવર્તી રહ્યું છે એ જોતાં પોલિટિકલ ફિલ્મ બનાવી શકાય નહીં એમ કહેતાંમહેરાએ કહ્યું કે આ ફિલ્મની વાર્તા પૂરેપૂરી સામાજિક છે.
બળાત્કારનો ભોગ બનેલી એક મહિલાનો પુત્ર વડા પ્રધાનને પત્ર લખીને સહાય માગે છે એવી કથા આ ફિલ્મમાં છે. એમાં પોલિટિક્સને ક્યાંય અવકાશ નથી. આ પ્યોરલી એક સામાજિક પ્રશ્ન છે જ્યાં એક પીડિત મહિલાનો પુત્ર વડા પ્રધાન પાસે મદદ માગે છે.
નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી અંજલિ પાટિલે આ ફિલ્મમાં મુખ્ય રોલ કર્યો છે. રોમ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં આ ફિલ્મ રજૂ થઇ હતી અને એને સારો આવકાર સાંપડયો હતો.
આ ફિલ્મમાં મુંબઇની ઝૂંપડપટ્ટીમાં રહેતાં ચાર બાળકોની વાત છે. એક બાળક પોતાની સિંગલ મધર માટે ટાયલેટ બાંધવા વડા પ્રધાનની મદદ માગે છે. મહેરાએ કહ્યું કે આ ઉપરાંત ફિલ્મમાં બળાત્કારનો ભોગ બનેલી મહિલાને શી રીતે અને કઇ સહાય કરી શકાય એની પણ અમે રજૂઆત કરી છે. યુનિસેફના એક રિપોર્ટ મુજબ ભારતમાં મહિલાઓ પર થતા પચાસ ટકા રેપ એ જાજરૂ માટે ખુલ્લી જગ્યામાં જાય ત્યારે થાય છે. આ ફિલ્મને રાજકારણ સાથે કશી લેવાદેવા નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY