સોનમ કપૂરે ફરી પોતાનું નામ બદલી નાખ્યું..!!

0
6

મુંબઈ,તા.૧૬
સોનમ કપૂરની ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસા લગા’ હાલમાં જ રિલીઝ થઇ હતી. પરંતુ આ ફિલ્મ કઇક ખાસ કમાલ કરી શકી નહીં. હવે સોનમથી જાડાયેલી એક મોટી ખબર સામે આવી રહી છે. જણાવી દઇએ કે આ બીજી વખત છે જ્યારે સોનમ તેનુ નામ બદલ્યું છે.
સોનમ કપૂરે આનંદ આહૂજાથી લગ્ન કર્યા બાદ પ્રથમ વખત તેનું નામ બદલ્યું હતુ અને તેના નામની સાથે ‘આહૂજા’ જાડી લીધું હતું. પરંતુ સોનમે ફરી એક વખત તેનું નામ બદલી લીધુ છે. આ નામની પહેલાના નામ કરતા ખૂબ અલગ છે. જણાવી દઇએ કે સોનમ તેના જૂના નામ ‘સોનમ કે આહૂજા’ની જગ્યાએ ‘જાયા સિંહ સોલંકી’ રાખી લીધુ છે. જાકે સોનમ તેના દ્વારા તેની અપકમિંગ ફિલ્મ ‘ધ જાયા ફેક્ટર’નું પ્રમોશન કરી રહી છે. સોનમ ખૂબ જલદી આ ફિલ્મમાં નજરે પડવાની છે.
ફિલ્મમાં સોનમનું પાત્ર ‘જાયા સિંહ સોલંકી’ છે. આ ફિલ્મમાં તેની ઓપોજિટ દલકીર સલમાન નજરે પડશે. ફિલ્મની કહાની અનુજા ચૌહાનના બેસ્ટ સેલિંગ નાવેલ પર આધારિત છે. રિપોટ્‌ર્સ મુજબ, જાયા સિંહ સોલંકી એક રાજપૂત છોકરીની કહાની છે. જે એક એડવર્ટાઇજિંગ એજન્સીમાં કામ કરે છે અને કામ દરમિયાન તે ઇન્ડિયન ક્રિકેટર ટીમથી મળે છે અને તે બાદ વર્ષ ૨૦૧૦ ક્રિકેટ વર્લ્ડ કપમાં તે લકી ચાર્મ સાબિત થાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY