મુંબઈ,તા.૧૬
અભિનેત્રી રાની મુખર્જીને વીર પોલીસ અધિકારીના રોલમાં રજૂ કરતી ફિલ્મ મર્દાનીની સિક્વલ માર્ચની ૧૮મીએ ફ્લોર પર જશે એવી ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.
યશ રાજ નિર્મિત ઓરિજિનલ ફિલ્મ મર્દાની ૨૦૧૪માં રજૂ થઇ હતી અને હિટ નીવડી હતી. આ ફિલ્મમાં રાનીએ મુંબઇ પોલીસની એક બિનધાસ્ત મહિલા અધિકારી પરથી શિબાની શિવાજી રોય નામની મહિલા પોલીસ અધિકારીનો રોલ કર્યો હતો.
સિક્વલમાં રાની પોલીસ સુપરિન્ટેન્ડન્ટ તરીકે ૨૧ વર્ષની વયના એક વિલન સાથે જંગ લડશે એમ જાણવા મળ્યું હતું. આ વિલન ખૂંખાર અને દયાહીન છે. રાની હવે ઇન્સ્પેક્ટર મટીને સુપરિન્ટેન્ડન્ટ થઇ છે અને આ વિલન સામે બહાર પડે છે.
ફિલ્મનું પહેલું શિડયુલ મુંબઇનું છે અને એ બહુ લાંબું નથી એવી માહિતી ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રે આપી હતી. આ સૂત્રે કહ્યું કે આખી સ્ક્રીપ્ટ એવી સચોટ છે કે ઓડિયન્સ પોતાની સીટ પર જકડાઇ જશે. ઊભા થવાની ઇચ્છા નહીં થાય.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




