ન્યુ દિલ્હી,તા.૨૬
રાહુલ ગાંધી બોલી ગયા કે ગરીબોને અમારી પાર્ટી વર્ષે ૭૨૦૦૦ આપશે. ત્યારથી જ ભાજપા નેતાઓનાં આવેદવો આવવાનું શરૂ થયુ છે. એમા અરૂણ જેટલીનો પણ સમાવેશ થાય છે. ગરીબોને ૭૨ હજાર રૂપિયા વાર્ષિક ધોરણે આપવાના વાયદા પર નાણાપ્રધાન અરુણ જેટલીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસે દર વખતે યોજનાઓના નામે લોકો સાથે કપટ અને દગો કર્યો છે. આગળ બોલ્યાં કે કોંગ્રેસનો ઇતિહાસ ગરીબી હટાવવાના નામે માત્ર રાજનીતિક વ્યવસાય કરવાનો રહ્યો છે. કોંગ્રેસે લોકોની ગરીબી દૂર કરવા માટે કિયારે તેમને સંસાધન આપ્યા નથી. માત્રને માત્ર દગો જ કર્યો છે.
જેટલી આટલેથી ન અટકતા આગળ કહ્યું કે, ‘ઈન્દિરા ગાંધીએ ૧૯૭૧માં ગરીબી હટાવવાના નામે ચૂંટણી જીતી હતી. પરંતુ ગરીબી હટાવવા માટે શું કર્યુ? તેમને અર્થવ્યવસ્થાને સુધારવાના નામે કોઈ કામ જ નથી કર્યું. તેમને માત્ર ગરીબીમાં વધારો કર્યો છે. નીચલા સ્તરના લોકોને ઉપર લાવવા માટે કોઈ કામ કર્યું નહોતું. પરંતુ હાં, ઉપરના લોકોને નીચે લાવી ગરીબી વિતરણનું કામ કર્યું હતું.’
આ સિવાય જેટલીએ મનરેગા વિશે પણ બે બોલ કહ્યાં કે મનરેગામાં વાર્ષિક ધોરણે ૪૦ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવાનો વાયદો હતો અને ખર્ચ થતા હતા ૨૮ હજાર કરોડ. એમાં પણ મૂડી કેન્દ્રથી રાજ્ય અને રાજ્યથી જિલ્લા અને અન્ય કેટલાક લિંક્સથી પસાર થઈને જતી હતી. આના પરથી અંદાજા લગાવી શકાય છે કે ગરીબને કેટલા રૂપિયા મળતા હશે. અને હવે એ જ પાર્ટી ગરીબોને લલચાવવા માટે પોકળ વાયદાઓ કરવા માટે આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






