મુંબઇ,તા.૧૭
ટીવીના નંબર TRP Khatron Ke Khiladi 9 ને લઈને મોટો ખુલાસો થયો છે. હાલમાં જ આ શોના વિનરનું નામ લીક થઈ ગયું. મળતી માહિતી મુજબ ખતરોં કે ખિલાડી ૯નો ફાઇનલ એપિસોડ શૂટ થઈ ચુકવ્યો છે અને આ દરમિયાન સીઝનના વિનરનું નામ પણ મળી ચુકવ્યો છે. વિનર તરીકે જે નામ સામે આવ્યું છે તેના વિશે જાણીને તમે ચોંકી જશો. આર્જેન્ટિનામાં આ શોનું શૂટિંગ પૂરું થઈ ચુકવ્યો છે અને આ શોના છેલ્લા એપિસોડમાં સૌથી ખતરનાક ટાસ્ક દર્શાવવામાં આવશે.
સૂત્રો દ્વારા મળી રહેલી જાણકારી માનીએ તો ખતરોં કે ખિલાડી ૯ના અંતમાં જબરદસ્ત ટક્કર આપનારા ત્રણ કન્ટેસ્ટન્ટ હશે પુનીત, આદિત્ય અને રિદ્ધિમા. કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણ લોકો જ ફાઇનલ સુધી પહોંચી શકિયા અને ત્યારે શરૂ થશે આ શોનો સોથી મોટો અને ખતરનાક એપિસોડનો ખેલ. આ એપિસોડ ખૂબ જ રોમાંચક હશે કારણ કે તેમાં ડરની સાથોસાથ ઇમોશનલ એલિમેન્ટ પણ રાખવામાં આવ્યું છે.
સમાચાર છે કે આ ત્રણેય કન્ટેસ્ટન્ટ પુનીત, આદિત્ય અને રિદ્ધિમાની વચ્ચે જારદાર ટક્કર તો હશે, પરંતુ વિનર માત્ર એક જ હશે. સૂત્રોનું માનીએ તો આ વખતે ખતરોં કે ખિલાડી ૯ના વિનર બનશે પુનીત પાઠક. પુનીત શરૂઆતથી જ દરેક ટાસ્કને શાનદાર રીતે કરતાં જાવા મળ્યા છે. જાકે, આ સમાચારમાં કેટલું સાચું છે કે આ તો સમય આવતાં જ ખબર પડશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




