મુંબઈ,તા.૧૮
બોલીવુડની સૌથી ચર્ચિત સ્ટાર કિડ શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન હાલ લંડનમાં તેની એક્ટિંગનો અભ્યાસ પુરો કરી રહી છે. જ્યાંથી તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. એવામાં હવે ખબર આવી રહી છે કે તે ખૂબ જલદી તેનો અભ્યાસ પૂરો કરી બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. હાલમાં શાહરૂખની જેમ સુહાનાએ પણ ઇન્સ્ટાગ્રામ પર આસ્ક મી એનીથિંગ સેશન દરમિયાન આ અંગે જણાવ્યું હતુ કે તે કોને ડેટ કરવા માંગે છે.
ઇન્સ્ટાગ્રામ પર હાલમાં સુહાનાએ જણાવ્યું કે તે કોરિયન પાપ સિંગર કિમ જુન-માયેનને ડેટ કરવા માંગે છે તમને જણાવી દઇએ કે આ સિંગરને સુહૂના નામથી ઓળખવામાં આવે છે. સુહાનાએ સિંગરની ફોટો શેર કરતા આ વાત કહી હતી. હાલમાં શાહરૂખ ખાને સુહાના અંગે ફિલ્મ ફેરને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા સુહાનાએ થોડાક વર્ષ ટ્રેનિંગની જરૂર છે.
હાલ સુહાના તેના ફિટનેસને લઇને પણ ખૂબ ધ્યાન આપી રહી છે. સુહાના તેના આઉટફિટને લઇને ખૂબ પ્રખ્યાત છે. સુહાના મિત્રો સાથે આઉટિંગ કરતા ઘણી વખત સ્પોટ કરવામાં આવી છે. જાવાનું રહ્યું કે બોલીવુડમાં તે ક્યારે નજરે પડે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



