મુંબઈ,તા.૧૮
વીકી કૌશલ અને યામી ગૌતમને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી અને ટિકિટબારી પર હિટ નીવડેલી ફિલ્મ ઊરીની સિક્વલ બની રહી હોવાની વાતોને ફિલ્મ સર્જકે પોત્તે રદિયો આપ્યો હતો.
આ ફિલ્મથી સ્વતંત્ર ડાયરેક્ટર બનેલા આદિત્ય ધરે કહ્યું કે મારા ધ્યાનમાં લાવવામાં આવ્યું છે કે ઊરીની સિક્વલ બનાવવાનું પ્લાનિંગ અમે કરી રહ્યા હોવાના મિડિયા રિપોર્ટ પ્રગટ થયા છે. મને કહેવા દો કે અમારી આવી કોઇ યોજના નથી અને અમે કોઇની સાથે વાતચીત દરમિયાન આવું કશું કહ્યું નથી.
‘૨૦૧૬માં ભારતીય લશ્કરના જવાનોએ સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા બતાવેલી બહાદૂરીની વાત કહેવા જેવી હતી એટલે અમે ઊરી બનાવી હતી. એ વાત ત્યાં પૂરી થઇ ગઇ હતી. હવે એની સિક્વલ બનાવવાની વાત નથી. ઊરી તો સર્જિકલ સ્ટ્રાઇક જેવી સત્યઘટના પર આધારિત કથા હતી. એની સિક્વલ શી રીતે હોઇ શકે એ મને સમજાતું નથી. આવી ઘટના વારંવાર બનતી નથી. આવી ફિલ્મો પણ વારંવાર બનતી નથી. અમે સિક્વલની કોઇ યોજના ઘડી નથી એટલી સ્પષ્ટતા મારે કરવી રહી.
તેમણે ઉમેર્યું હતું કે મારી હવે પછીની ફિલ્મ જુદા જાનરની હશે. એ વાર ફિલ્મ નહીં હોય. અલબત્ત, આ ફિલ્મ પણ સત્યઘટના પર આધારિત હશે એટલું હું તમને કહી શકુંં. સાથોસાથ એ પણ કહી દઉં કે મારી હવે પછીની ફિલ્મ પણ રોની સ્ક્રૂવાલાના બેનર તળે બનશે. અમારી વચ્ચે સારો મનમેળ સ્થપાઇ ગયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



