ઝ્યુરિચ,તા.૧૮
જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરની ભૂમિકાથી રાતોરાત દુનિયાભરમાં જાણીતા થઇ ગયેલા અભિનેતા બુ્રનો ગાંઝનું ૭૭ વર્ષની વયે ઝ્યુરિચમાં અવસાન થયું હોવાની માહિતી મળી હતી.
ગાંઝે ૨૦૦૪માં રજૂ થયેલી અને હિટ નીવડેલી ફિલ્મ ડાઉનફોલમાં હિટલરનો રોલ કર્યો હતો. આ રોલને દુનિયાભરના ફિલ્મ સમીક્ષકોએ બિરદાવ્યો હતો અને લખ્યું હતું કે ગાંઝે ભજવેલો આ રોલ અજાડ બની રહ્યો હતો. હિટલરનો આવો રોલ અગાઉ કોઇ કલાકારે ક્યાંય પણ ભજવ્યો નથી.
રસપ્રદ વાત એ છે કે મોટા ભાગના જર્મન અભિનેતાઓ અગાઉ હિટલરનો રોલ કરતાં અચકાતા હતા ત્યારે ગાંઝે આ રોલ સ્વેચ્છાએ સ્વીકાર્યો હતો અને જીવી બતાવ્યો હતો. ગાંઝ ઝ્યુરિચમાં જમન્મ્યા હતા એટલે એેમને હિટલરનો રોલ કરવામાં કશો વાંધો આવ્યો નહોતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



