મુંબઈ,તા.૧૯
આમ આદમી પાર્ટીના નેતા કપિલ મિશ્રાએ આતંકીઓ અને આ ઘટનાના વિરોધમાં એક ટ્વિટ કર્યું. જે યોગ્ય હતું. પરંતુ આ ટ્વિટમાં જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે અયોગ્ય હતી. જાકે કપિલની ટ્વિટ પર જ્યારે બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ભાષા સ્તર વિશે કહ્યું તો કપિલે સ્વરા માટે પણ ખરાબ વાતો કહી.
તમને બતાવી દઈએ કે જ્યારે કપિલ મિશ્રાએ એક ટ્વિટમાં લખ્યું કે,‘સર્જિકલ સ્ટ્રાઇકથી કઈ નહીં થાય, એવો બદલો લો જેવો ઇઝરાઇલ લે છે, અમેરિકા લે છે, જેવો શ્રીલંકાએ એલટીટીઈથી લીધો હતો.’ ઉપરાંત કપિલે કહ્યું કે,‘ઇસ્લામિક આતંકનો સંપૂર્ણ નાશ કરી દો. એ કુખને જ ઉઝાડી દો જે કોઈ આતંકીને જન્મ આપે છે.’ જોકે કપિલના ટવિટની અંતિમ લાઇનમાં જે કહેવામાં આવ્યું છે તેનો વિરોધ કરતા સ્વરા ભાસ્કરે કહ્યું કે,‘કપિલે તેમના પોસ્ટમાં નરસંહારની વાત કરી છે.’ આ ટ્વિટમાં તેમને ટ્વિટર ઈન્ડિયા અને ટ્વિટરને પણ ટેગ કર્યા હતા.
કપિલ મિશ્રાને સ્વરાની આ પોસ્ટ પસંદ ન આવી અને જવાબ આપતા લખ્યુ કે,‘તમારી આંગળી ઘણા સમય પછી ટ્વિટ માટે ફ્રી થઈ છે. જ્યારે જેહાદન તે કાલે કરી ચૂકી છે. જમ્મુને બદનામ કર્યા પછી નવો ખેલ મને ટ્વિટરથી હટાવવાનો છે. આતંકની કુખ ઉઝાડવા પર તમને આટલી આગ કેમ લાગે છે.? જેનોસાઇડ કશ્મીરી પંડિતોનું પણ થયું હતું. બંગાળમાં ડાયરેક્ટ ડેના દિવસે થયું હતુ.’
આના પર સ્વરાએ કપિલ મિશ્રાને જવાબ આપતા કહ્યું કે,‘આ વિકૃત વ્યક્તિ આપણા દેશનો નિર્વાચિત પ્રતિનિધિ છે. ઘટિયા.’ સ્વરાના ઘટિયા કહેવા પર કપિલ મિશ્રાએ કહ્યું કે,‘હાં, સ્વરા ભાસ્કર હું એક ચૂટાયેલ પ્રતિનિધિ છું અને તમે એક ફ્લોપ સાઇડ અભિનેત્રી. અમારા દેશથી નફરત કરવાનો વધુ એક કારણ. ગાળના જવાબમાં ગાળ હું નહીં આપું પરંતુ સૈનિકોનો મજાક ઉડાવશો, આતંકની કુખ બચાવશો, જેહાદિયોને દયા બતાવશો તો એવો જ કરારો જવાબ મળશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





