મુંબઈ,તા.૧૯
કબીર ખાનની ‘૮૩ માં અભિનેતા સાકિબ સલીમ પડદા પર પૂર્વ ઓલરાઉન્ડર મોહિંદર અમરનાથનો જાદૂ પાથરતાં જાવા મળશે. રસપ્રદ વાત એ છે કે સાકિબ સલીમ પોતાના યુવાનીના દિવસોમાં દિલ્હીના રાજ્યકક્ષાના ક્રિકેટર રહી ચૂક્્યા છે, અને હવે સ્ક્રીન પર સાકિબનું ક્રિકેટ કૌશલ્ય જાવા મળશે.
મોહિંદર અમરનાથ જેમણે ૮૩ માં ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપ જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તે ટીમના ઉપ-કેપ્ટન પણ હતા અને વેસ્ટઇન્ડીઝની ટીમ વિરૂદ્ધ ભારતની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપી ચૂકેલા મહિંદર અમરનાથ સેમીફાઇનલ અને ફાઇનલમાં મેચ ધ મેચ પણ રહી ચૂક્યા છે.
પૂર્વ ઓલરાઉન્ડર મોહિંદર અમરનાથ ત્રણ વિકેટ લઇને વર્લ્ડકપની ફાઇનલમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી હતા, અને પછી અંતિમ વિકેટ લઇને માઇકલ હોલ્ડિંગને છ રનની સાથે મેદાનથી બહાર કરી દીધો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





