મુંબઈ,તા.૨૦
બોલિવૂડ અભિનેતા અલી ફઝલ અને શ્રદ્ધા શ્રીનાથની આગામી ફિલ્મ ‘મિલન ટોકીઝ’નું ટ્રેલર રીલિઝ થયું છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ રસપ્રદ છે. જેમાં અલી ફઝલનો ખૂબ જ અલગ અંદાજ જાવા મળી રહ્યો છે.
ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, અલી ફઝલ એક ડાયરેક્ટર બનવા માગે છે. તેને ફિલ્મ્સની શૂટિંગ અને એક્ટિંગ કરવાનો શોખ હોય છે. ત્યાં જ તે ક્યારેક અમિતાભ બચ્ચન બને છે, તો ક્યાંક સની દેઓલ બની એક્શન કરતો જાવા મળે છે. ફિલ્મના ટ્રેલરમાં અલી અને શ્રદ્ધાની પ્રેમ કહાણી પણ બતાવવામાં આવી છે. અલી ફઝલ તેના પાત્રમાં જામી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે દર્શકોની પ્રતિક્રિયા શું રહેશે.
ફિલ્મમાં અલી ફઝલ અને શ્રદ્ધા શ્રીનાથ ઉપરાંત આશુતોષ રાણા, સિકંદર ખેર અને ઋચા સિંહા જેવા કલાકારો પણ નજરે પડશે. ‘મિલન ટોકીઝ’ના નિર્માતા તિગ્માંશુ ધૂલિયા છે. આ ફિલ્મ ૧૫ માર્ચે રીલિઝ થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




