અલી ઝફરે કર્યા ઇમરાન ખાનના વખાણ કહ્યું, ‘ક્યા સ્પીચ હૈ સર’

0
6

મુંબઈ,તા.૨૦
જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ગરમાગરમીનો માહોલ જાવો મળી રહ્યો છે. ભારતના દરેક ખુણેથી પાકિસ્તાનની આ નાપાક હરકત માટે તેને સબક શિખવાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. આ દરમ્યાન પાકિસ્તાની સિંગર-એકટર અલી ઝફરે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની સ્પીચના સોશીયલ મીડિયામાં વખાણ કર્યા અને લખ્યું કે, ‘ક્યા સ્પીચ હૈ સરપ’
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાને ખાને તેઓની સ્પીચમાં ધમકીના સ્વરમાં ભારતને કહ્યું હતું કે, ‘ભારત પુરાવાઓ વગર આરોપ લગાવે છે અને જા ભારત અમારી સામે કોઇ કાર્યવાહી કરશે તો અમે ચુપ નહીં રહીએ અને તેનો જવાબ આપીશું. ભારતની ફિલ્મોમાં કામ કરી નામ અને દામ કમાયેલા અલી ઝફરને ઇમરાન ખાનની આ સ્પીચ સારી લાગી રહી છે જે જાઇને અત્યાર સુધી તેની ફિલ્મો જોવા જતાં ભારતીયોની લાગણીને ઠેસ પહોંચી છે.
આતંકી હુમલાથી નારાજ લોકોએ સોશીયલ મીડિયા પર આ એકટરને ફરી ભારત ન આવવા અને જા ભુલેચુકે અહીં પગ મુકશે તો તેને સબક શીખવાડવાની ધમકી આપી છે. તો અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘હવે ભારતમાં આવીને બતાવ’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY