એનટીપીસી કવાસમાં ૭૦મા ગણતંત્ર દિન પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી

0
8

વિવિધ સ્પર્ધાના વિજેતાઓને ઈનામોનું વિતરણ
સુરત, તા.૨૭
એનટીપીસી કવાસ પરિયોજનામાં દેશનો ૭૦મો પ્રજાસત્તાક દિન ખૂબ જ હર્ષોલ્લાસïની સાથે મનાવવામાં આવ્યો. મુખ્ય અતિથિ કવાસના મહાપ્રબંધક દેબાશીષ દાસે દેશનો તિરંગો ફરકાવ્યો હતો તથા રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. ગણતંત્ર દિનના સમારોહમાં મોટી સંખ્યામાં એનટીપીસી કવાસના કર્મચારીઓ, એનટીપીસી યુનિફાઈડ શેર્ડ સર્વિસીસના કર્મચારીઓ, એસોસિએટ્સ, સીઆઈએસએફના જવાનો, શ્રમિકો આદિત્યનગરવાસી, નર્સરી સ્કૂલ, અને બાલ ભવનનાં બાળકો ઉપસ્થિત રહ્ના હતા.
પ્રજાસત્તાક દિનના ઉપલક્ષ્યમાં સંબોધન કરતા મુખ્ય અતિથિ મહાપ્રબંધક કવાસ દેબાશીષ દાસે દેશ માટે બલિદાન આપનાર શહીદો, સવાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા તથા બંધારણનું મહત્ત્વ જણાવ્યું હતું. મુખ્ય અતિથિ દાસે જણાવ્યું હતું કે દેશમાં વીજળીની કમી દૂર કરવા માટે એનટીપીસી કંપનીનો જન્મ થયો હતો. આ કંપની ૪૩ વર્ષોથી દેશના વીજળી ઉત્પાદન ક્ષેત્રમાં પોતાનું સર્વોત્તમ યોગદાન આપી રહી છે. કોલસા, ગેસ, હાઈડ્રો (જળ) સૌર તથા પવન ઊર્જા ક્ષેત્ર દ્વારા ઉત્પાદિત વીજળીને મિલાવી એનટીપીસીએ કુલ ૫૨૯૪૬ મેગાવોટ વીજળીના ઉત્પાદનની ક્ષમતા હાંસલ કરી લીધી છે અને વર્ષ ૨૦૩૨ સુધીમાં ૧૩૦ ગીગાવોટ ક્ષમતાવાળી કંપની બનવાનું લક્ષ્ય રાખ્યું છે.
નવીનીકરણ ઊર્જા અંતર્ગત સૌરï અને પવન ઊર્જાનું મહત્ત્વ બનાવી મહાપ્રબંધક કવાસે આગામી વર્ષોમાં એનટીપીસીનું લક્ષ્ય અધિકથી અધિક નવીનીકરણીય ઊર્જા ઉત્પાદન સ્થાપિત કરવાનું હશે એમ જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY