ભારતે પાક.સામેની મેચનો બહિષ્કાર ન કરવો જોઇએઃ સચિન તેંડુલકર

0
9

મુંબઇ,તા.૨૨
પુલવામાં હુમલા પછી દેશમાંથી અવાજ ઉઠી રહી છે કે ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમાનાર મેચનો બહિષ્કાર કરવો જાઈએ. જાકે કેટલાક લોકો મેચ રમવાનું સમર્થન પણ કરી રહ્યા છે. આ મુદ્દે માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ પોતાનો મત પ્રગટ કર્યો છે. સચિનનો મત છે કે ભારતે મેચનો બહિષ્કાર ન કરવો જોઈએ, કારણ કે તેનાથી પાકિસ્તાને ફાયદો થશે.
સચિને કહ્યું હતું કે મને વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મેચ ન રમીને તેમને બે પોઇન્ટ આપવાથી નફરત છે, કારણ કે આનાથી તેમને મદદ મળશે. વર્લ્ડ કપમાં ભારતે હંમેશા પાકિસ્તાનને હરાવ્યું છે. આ વખતે પણ તેને હરાવવાનો સમય છે.
આ પહેલા પૂર્વ દિગ્ગજ બેટ્‌સમેન સુનીલ ગાવસ્કરે પણ આ પ્રકારનો મત પ્રગટ કર્યો હતો. બીજી તરફ સૌરવ ગાંગુલી, હરભજન સિંહે પાકિસ્તાન સામે ન રમવાનો મત વ્યક્ત કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY