પાંડેસરા રોડ પર સગીર છોકરીની છેડતી કરી માલ પર થપ્પડ મારી

0
8

કિશોરીએ માર મારી ધમકી આપી ધરમ નામનો યુવક ફરાર
સુરત, તા. ૩
પાંડેસરા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે રસ્તો ક્રોસ કરી રહેલી એક સગીરાની છેડતી કરી ધરમ નામનો યુવા ફરાર થઈ ગયો હોવાનો બનાવ પાંડેસરા પોલીસ મથકે નોîધાયો હતો. પોલીસે છેડતીïનો ગુનો નોîધી તપાસ શરૂ કરી છે.
પાંડેસરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાંડેસરા ઈશ્વર નગર સોસાયટી કૈલાશનગર ચોકડી પાસે એક ધરમ બાબુભાઈ ધોળીયા રહે છે. ગતરોજ રાત્રિના સુમારે ટયુશન કલાસીસમાંથી ઘર તરફ આપતી એક વિદ્યાર્થિની પાંડેસરા બીઆરટીએસ રસ્તો ક્રોસ કરી હતી. ત્યારે અજાણ્યો એક છોકરો ત્યાં આવી ધરમ તેરે સાથ બાત કરનાર ચાહતા હૈ એવું જણાવતા તેણીએ વાત કરવાની ના પાડતા આરોપીએ ગાલ પર થપ્પડ મારીï, જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. પોલીસે છેડતીનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY