મુંબઇ,તા.૨૩
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ અને મુલાયમસિંહ યાદવની બેનામી સંપત્તિનો મામલો ફરીવાર સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. સુપ્રીમ કોર્ટના વકીલ વિશ્વનાથ ચતુર્વેદીએ કોર્ટમાં અરજી કરી કે, સીબીઆઈને આદેશ આપવામાં આવે કે, મુલાયમસિંહ, અખિલેશ યાદવ અને પ્રતિક યાદવની સંપત્તિનો એક રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવવામાં આવે.
આ મામલે કરવામાં આવેલી તપાસમાં યાદવ પરિવારની સંપત્તિ આવક કરતા વધારે મળી આવી હતી. જેથી આ મામલે કેસ ચલાવવાની માગ પણ કરવામાં આવ છે. સીબીઆઈ પર એવા પણ આરોપ લગાવવામાં આવ્યા છે કે, ત્રણ વર્ષ પહેલા કરવામાં આવેલી તપાસ બાદ સીબીઆઈ દ્વારા કોઈપણ પ્રકારનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો નથી.
મહત્વપૂર્ણ છે કે, ૨૦૧૩માં કરવામાં આવેલી તપાસ બાદ અખિલેશ અને મુલાયમની સંપત્તિ આવક કરતા ૨૪ કરોડ વધુ મળી આવી હતી. આ પહેલા ૨૦૦૭માં સુપ્રીમ કોર્ટે અખિલેશ. મુલાયમ અને ડિમ્પલ યાદવની સંપત્તિની તપાસ કરવાના આદેશ આપ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




