મુંબઈ,તા.૧૧
ભારતીય બેન્કોને ૯૦૦૦ કરોડથી વધુનો ચૂનો લગાવીને યુકે નાસી જનારા ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાના પ્રત્યાર્પણનો તખતો તૈયાર થઈ ગયો છે. સોમવારે બ્રિટનની વેસ્ટમિનિસ્ટર કોર્ટે તેના ભારતમાં પ્રત્યાર્પણ માટે લીલીઝંડી આપી દેતાં માલ્યા સાણસામાં આવી ગયો છે. પ્રત્યાર્પણ કરવાની સ્થિતિમાં મુંબઈની આર્થર રોડ જેલના અધિકારીઓએ માલ્યા માટે એક ઉચ્ચ સુરક્ષાવાળુ બેરેક તૈયાર કરી રાખ્યું છે.
બ્રિટનની કોર્ટે ફરાર વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગે મંજૂરી આપી દીધા પછી મુંબઈની આર્થર રોડ જેલમાં હાઈ સિક્્યુરિટી ધરાવતા સેલમાં વ્યવસ્થા કરી દેવાઈ છે. જેલમાં બે માળની ઈમારતમાં આવેલી બેરેક માલ્યા માટે તૈયાર કરી દેવાઈ છે. આ ઈમારતમાં જ એક બેરેકમાં ૨૬/૧૧ના આતંકી હુમલામાં પકડાયેલા આતંકી અજમલ કસાબને પણ કેદ કરવામાં આવ્યો હતો. આ એક ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ધરાવતી બેરેક હશે.
જેલના એક અધિકારીએ કહ્યું, ‘અમે માલ્યાને અમારા સુધાર કેન્દ્રમાં સુરક્ષિત રાખવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જા માલ્યાને ભારત લાવવામાં આવશે તો તેને સંભાળવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે.’ તેમણે કહ્યું હતું કે કોઈ મેડિકલ ઈમર્જન્સી સર્જાય તો બેરેકની નજીક જ આવેલા દવાખાનામાં તેમને સારવાર પણ મળી શકે છે. અધિકારીએ જણાવ્યું કે, ઉચ્ચ સુરક્ષાવાળી બેરેક અન્ય કોઠરીઓ કરતા અલગ છે. અહીંની બેરેક્સ સીસીટીવી કેમેરાઓથી સજ્જ છે. અહીં અત્યાધુનિક હથિયારો સાથેના સુરક્ષાકર્મીઓ પણ ખડેપગે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




