મુંબઈ,તા.૨૫
ફિલ્મ્સની પબ્લિસિટી માટે એના મેકર્સ કોઈ કચાશ રાખતા નથી ત્યારે ‘સોનચિડિયા’ના મેકર્સે પણ એક નોખી રીત અપનાવી છે. આ ફિલ્મમાં ક્રૂર ડાકુઓના રોલ્સ પ્લે કરી રહેલા એક્ટર્સ ટૂંક સમયમાં જ ચંબલના રિયલ ડાકુઓને મળશે. આ રિયલ ડાકુઓ એક સમયે ખૂબ જ કુખ્યાત હતા. આ એક્ટર્સ લાખન સિંઘ, સીમા પરિહાર, ખડક સિંઘ અને ગયા બાબા જેવા ભૂતપૂર્વ ડાકુઓને મળશે. જેમાંથી કેટલાક ડાકુઓએ મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અર્જુનસિંઘ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી.
આ ફિલ્મની રિલીઝને થોડા જ દિવસ બાકી છે. હવે એના સ્ટાર્સ સુશાંત સિંઘ રાજપૂત, ભૂમિ પેડનેકર, રણવીર શૌરી અને અભિષેક ચોબે રિયલ ડાકુઓને મળવા ટૂંક સમયમાં જ ચંબલ જશે. સત્ય ઘટનાઓથી પ્રેરિત અને વાસ્તવિક સ્થળો પર પિક્ચરાઇઝ્ડ ‘સોનચિડિયા’ ફિલ્મ માટે મૂવીલવર્સમાં ખૂબ જ ક્યુરિયોસિટી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




