મુંબઈ,તા.૨૫
હોનહાર અભિનેત્રી પરિણિતી ચોપરાને હોલિવૂડની ૨૦૧૬ની હિટ ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેનની હિન્દી રિમેક માટે સાઇન કરવામાં આવી હોવાની માહિતી મળી હતી.
પરિણિતી પાસે અત્યારે તદ્દન જુદા જુદા જાનરની ત્રણેક ફિલ્મો છે. એ કરણ જાહરની અક્ષય કુમારને ચમકાવતી ફિલ્મ કેસરીમાં ચમકી રહીછે. ઉપરાંત એને તાજેતરમાં ધ ગર્લ ઓન ધ ટ્રેનની રિમેક માટે સાઇન કરવામાં આવી હતી.
આ ફિલ્મનું ડાયરેક્શન રિભુ દાસગુપ્તા કરવાના છે. આ ફિલ્મમાં એક ડાઇવોર્સી મહિલાની કથા છે જે ખૂબ શરાબ પીએ છે. એ રોજ ટ્રેન દ્વારા નોકરી પર જાય છે. ટ્રેન એવા વિસ્તારમાંથી પસાર થાય છે જ્યાં એને ભૂતપૂર્વ પતિ નવી પત્ની અને બાળક સાથે રહે છે. પેલી ડાઇવોર્સી મહિલા રોજ ટ્રેનની બારીમાંથી આ પરિવારને જુએ છે.
એક દિવસ એને ખબર પડે છે કે એના ભૂતપૂર્વ પતિની નવી પત્ની ગૂમ થઇ છે. બસ, ત્યાંથી રોમાંચક થ્રીલરનો આરંભ થાય છે. ડાઇવોર્સી શરાબી પત્નીનો રોલ પરિણિતી કરવાની છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




