મુંબઇ,તા.૨૫
પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને ‘રાજકીય શિકાર’ ગણાવતા મનસે પ્રમુખ રાજ ઠાકરે એ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની પૂછપરચ્છ કરો તો સચ્ચાઇ સામે આવી જશે. ઠાકરે એ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં કહ્યું કે જા એનએસએ ડોભાલની પૂછપરચ્છ કરે છે તો પુલવામા આતંકી હુમલાની સચ્ચાઇ સામે આવી જશે.
તેમણે કોંગ્રેસના આરોપોથી સહમતિ વ્યકત કરતાં કહ્યું કે પુલવામા હુમલાના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોર્બેટ નેશનલ પાર્કમાં એક ફિલ્મનું શુટિંગ કરવામાં વ્યસ્ત હતા. આતંકી હુમલાના સમાચાર આવ્યા બાદ પણ તેમનું શુટિંગ ચાલું રહ્યું. મનસે પ્રમુખે કહ્યું કે પુલવામા હુમલામાં શહીદ ૪૦ જવાન ‘રાજકીય શિકાર’ બન્યા અને દરેક સરકારે આ પ્રકારની વસ્તુઓ ઘડી, પરંતુ મોદીના શાસનમાં આવું મોટાભાગે થતું રહે છે.
બીજીબાજુ પ્રદેશ ભાજપા પ્રવકતા માધવ ભંડારી એ કહ્યું કે રાજ ઠાકરે પોતાની આખી કેરિયરમાં નકલ ઉતારતા રહ્યા છે. હવે તેઓ ડોભાલના વિરૂદ્ધ આરોપ મૂકી રાહુલ ગાંધીનું અનુકરણ કરતા રહ્યાં છે.
આપને જણાવી દઇએ કે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. હુમલામાં ૪૦ જવાન શહીદ થયા હતા અને અંદાજે પાંચ જવાન ઘાયલ થયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



