મુંબઈ,તા.૨૬
છેલ્લા એક દાયકામાં વિવિધ રોલ કરી ચૂકેલો અભિનેતા ફિલ્મ સર્જક અર્જુન રામપાલ પહેલીવાર એક હતાશ અને સતત આપઘાત કરવાનું વિચારતા પાઇલટનો રોલ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ખુદ અર્જુન રામપાલે આ રોલ વિશે બોલતાં મિડિયાને કહ્યું, મારો આ રોલ એક વેબ સિરિઝ માટે છે. ધ ફાઇનલ કોલ નામની આ વેબ સિરિઝમાં આ પ્રકારનો સાઇકોલોજિકલ રોલ હું પહેલીવાર કરી રહ્યો છું.
આ વેબ સિરિઝને સાઇકોલોજિકલ થ્રીલર તરીકે ઓળખાવાઇ રહી છે. પ્રિયા કુમારની હિટ નવલકથા ‘આય વીલ ગો વીથ યુઃ ધ ફ્લાઇટ આૅફ લાઇફટાઇમ’ પરથી આ વેબ સિરિઝ બની રહી છે.
આ નવલકથાની સ્ટોરીલાઇન એવી છે કે ૩૦૦ ઉતારુ સાથેના એક વિમાનમાં ઇન્ડિયન એર ફોર્સને એક નિવૃત્ત કેપ્ટન પાઇલટ છે જે સતત આપઘાત કરવાના વિચારો કરતો રહે છે. ૩૦૦ ઉતારુના જાનમાલની પરવા કર્યા વિના એ વિમાનને અદ્ધર આકાશમાં જ નષ્ટ કરી દેવાનું વિચારે છે.
આ વેબ સિરિઝ આમ તો ૨૨ ફેબુ્રઆરીથી શરૃ થઇ ચૂકી છે. એમાં સાક્ષી તંવર, જાવેદ જાફરી, હર્ષદ અરોરા અને નીરજ કાબી પણ ચમકી રહ્યાં છે. અર્જુને કહ્યું હતું કે મારા માટે આ સૌથી વધુ ચેલેંજિંગ રોલ સાબિત થયો હતો. નવલકથાનું આ પાત્ર એકલવાયું અને વિખૂટું પડી ગયેલું હોવાથી મારે પણ સેટ પર એ રીતે સૌથી અલગ અને એકલા અટુલા રહેવાનું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




