રાયપુર,તા.૧૨
છત્તીસગઢ અને રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં BJPની હાર બાદ વિશ્વ હિન્દુ પરિષદ (VHB)એ અયોધ્યામાં રામ મંદિર નિર્માણમાં થઈ રહેલો વિલંબને મ્ત્નઁની હાર માટે જવાબદાર ગણી છે.
VHBના કેન્દ્રીય સલાહકાર પુરષોત્તમ નારાયણ સિંહે વિધાનસભા ચૂંટણીને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું કે સબકા સાથ સબકા વિકાસની ધુનમાં ભગવાન રામની જન્મભૂમિ પર મંદિર નિર્માણમાં થઈ રહેલો વિંલબના કારણે રામ ભક્તોએ તે પાર્ટીને સાઈડ લાઈન કરી દીધી છે. જેના ઘોષણા પત્રમાં રામમંદિર પ્રમુખતામાં હતી.
પુરષોત્તમ નારાયણ સિંહે કહ્યું કે હજી સમય છે મંદિર જેવા વિષય પર જે હિન્દુઓનો ધાર્મિક અને સાંસ્કૃતિક જીવન મૂલ્યોની સાથે જાડાયેલો છે, જેનું સમાધાન થવું જાઈએ. નારાયણ સિંહે કહ્યું કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન તે રાજય છે, જેમનો ભગવાન રામની જન્મભૂમીથી શરૂઆતથી ઊંડો સંબધ રહ્યો છે.
VHBના કેન્દ્રીય સલાહકારે કહ્યું કે આ રાજયોએ રામ જન્મભૂમી આંદોલનને વ્યાપક ગતિ પ્રદાન કરી હતી. મંદિર સાથે જાડાયેલા બધા આંદોલનોમાં ત્યાંના ભક્તોએ દરેક પ્રકારની મદદ કરી હતી. આંદોલન દરમિયાન જ રામ ભક્તોએ આ રાજયોમાં પૂર્ણ બહુમતની સરકાર બનાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



