ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશને પીએમને લેટર લખ્યો
મુંબઈ,તા.૨૮
ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને એક લેટર લખ્યો છે. જેમાં પાકિસ્તાની એક્ટર્સ, ફિલ્મ એસોસિયેશન અને મીડિયા પર્સન્સને કોઈ વિઝા આપવાનું સદંતર બંધ કરી દેવાની માગણી કરવામાં આવી છે.
પાકિસ્તાને એને ત્યાં કોઈ પણ ઇન્ડિયન મૂવી કે કન્ટેન્ટના રિલીઝ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. એના સંબંધમાં ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશને મંગળવારે એક લેટર લખ્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘સમગ્ર ફિલ્મ અને મીડિયા ફ્રેટર્નિટી વતીથી ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશન પાકિસ્તાની એક્ટર્સ, ફિલ્મ એસોસિયેશન અને મીડિયા ફ્રેટર્નિટીને કોઈ પણ વિઝા આપવાનું સદંતર બંધ કરવાની માગણી કરે છે.
આ લેટરમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, ‘સમગ્ર ફિલ્મ ફ્રેટર્નિટીને પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં આવો સાહસપૂર્ણ અને જવાબદારી દાખવીને આપવામાં આવેલા જડબાતોડ જવાબ બદલ ઇન્ડિયન એર ફોર્સ અને ભારત સરકારથી ગૌરવ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



