મુંબઈ,તા.૨૮
મલયાલમ ફિલ્મ કોડથી સમકશમ બાલન વકીલ ફિલ્મ હાલ રીલિઝ થઇ હતી. જેને શાનદાર રિવ્યુ મળ્યા હતા. આ ફિલ્મમાં મલયાલમ અભિનેતાએ હકલાતા વકીલની ભૂમિકા ભજવીને દર્શકોના દિલ જીતી લીધા છે. હવે આ ફિલ્મની હિંદી રિમેકની વાત ચાલી રહી છે.
તાજા રિપોર્ટના અનુસાર ડાયરેકટર ઉન્ની કૃષ્ણની ફિલ્મની હિંદી રીમેકની વાત ચાલી રહી છે. જેમાં ઇન્ડસ્ટ્રીના બે ટોચના કલાકારો કામ કરે તેવી શક્યતા છે. રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે, ડાયરેકટે ફિલ્મ માટે શાહરૂખ ખાન અને અક્ષય કુમાર સાથે વાત કરી છે. જોકે વાટાઘાટ પ્રારંભિક તબક્કામાં છે.
શાહરૂખની ઝીરો ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ નીવડી છે. કેટલાય સમયથી કિંગ ખાન હિટ ફિલ્મની રાહ જાઇ રહ્યો છે. જ્યારે અક્ષય કુમાર બોક્સ ઓફિસ પર સફળ થઇ રહ્યો છે, તેથી શક્ય છે કે, શાહરૂખ ખાન અક્ષય કુમારની મદદથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવાની યોજના કરી રહ્યો હોય.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





