મુંબઈ,તા.૧
આમિર ખાન અને આલિયા ભટ્ટની ઓશોની બાયોપિક માટે શકુન બત્રાની સાથે વાતચીત ચાલી રહી હતી. આ ફિલ્મના સંબંધમાં આલિયા કેટલીક વખત આમિરને મળી પણ હતી. હવે સોર્સીસ જણાવે છે કે, ઓસ્કાર-વિનર બેરી લેવિન્સન દ્વારા ડિરેક્ટ કરવામાં આવનારી હોલિવૂડ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા મા આનંદ શીલાનો રોલ પ્લે કરશે એવા ન્યૂઝ બહાર આવ્યા બાદ ઓશો પર આધારિત આ વેબ સીરિઝ નહીં બને.
એક સોર્સે કહ્યું હતું કે, ‘આમિર અને આલિયા ભટ્ટ સ્ટારર વેબ સીરિઝ મા આનંદ શીલાની બુક ‘ડોન્ટ કિલ હિમ’ પર આધારિત હતી. હવે એમ જણાય છે કે, પ્રિયંકાએ લેવિન્સનની ફિલ્મ સાઇન કર્યા બાદ આ સીરિઝના આઇડિયાનો અર્થ રહેતો નથી. શકુન ઓશોની બાયોપિક પર કામ કરવાનો હતો, પરંતુ અત્યારે તે બીજા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




