સાગબારાના ગામોમાં શુદ્ધ પાણી પહોંચાડવાની યોજાની કામગીરીમાં હસ્તક્ષેપ કરતા પાટ ગામના સરપંચ સહીત છ સામે ફરિયાદ 

0
29

કામમાં દખલગીરી કરી અવરોધ ઉભો કરી સ્થળ પરના અધિકારીઓ સાથે ગેરવર્તણુક કરી નોકરી કરવી ભારે પડશે તેવી ધાક ધમકી આપી હતી

જિલ્લા કલેક્ટરની સૂચનાથી જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ ડેડિયાપાડાના નાયબ કાર્યપાલક ઇજનેરે ફરિયાદ નોંધાવી

રાજપીપળા : ડેડીયાપાડા,સાગબારાના લોકોને શુદ્ધ પીવાનું પાણી આપવાની યોજનાના કામમાં હસ્તક્ષેપ કરનાર પાટ ગામના સરપંચ અને અન્ય 6 લકોની સામે જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ ડેડિયાપાડાના નાયબ કાર્યપાલક ઇજનેરે ોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરતા ચકચાર મચ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકાર ધ્વારા નર્મદા જીલ્લાના સાગબારા,ડેડીયાપાડા તથા તાપી જીલ્લાના સોનગઢ તાલુકાના ગામોને ઉકાઇ જળાશય માંથી રો-વોટર મેળવી શુધ્ધીકરણ કરી કાયમી ધોરણે ગુણવત્તા સભર પુરતા પ્રમાણમા પાણી પુરવઠો પાડી શકાય તે હેતુસર સાગબારા,ડેડીયાપાડા ટ્રાયબલ જૂથ પાણી પુરવાઠા યોજના અંતર્ગત પાટ ગામે સબ હેડવર્કસનુ કામ ચાલતું હતું જેમાં પાટ ગામના સરપંચ જયંત કાંતિલાલ વસાવા

જેની સાથે મુસ્તાક આમીન મકરાણી તથા પાટ ગામના બીજા પાંચથી છ જેટલા ઇસમો દ્વારા સરકારી કામગીરીને અટકાવવા માં આવતા સરકારી કામગીરી કરવામા સહાય કરવાને બદલે તેઓએ કામગીરી નહીં કરવા દઇ કામમાં દખલગીરી કરી અવરોધ ઉભો કરી સ્થળ પરના અધિકારીઓ સાથે ગેરવર્તણુક કરી નોકરી કરવી ભારે પડશે તેવી ધાક ધમકી આપી હતી. જે બાબતની અધિકારીએ તેના અધિકરીને વાત કરી જે રજૂઆત જિલ્લા કલેક્ટરને કરતા જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા એ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી બાદમાં સાગબારા પોસઈ વાય.એસ.સિરસાઠે સરપપંચ સહીત કુલ આઠ જેટલા વ્યક્તિઓ સામે ફરિયાયાદ નોંધી તપાસ હાથ ધરતા ફફળાટ ફેલાયો છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY