આયુષમાન પ્રથમવાર ખાખી યુનિફોર્મમાં ચમકશે

0
7

મુંબઈ,તા.૧
અગાઉ વિવિધ રોલ્સ ભજવી ચૂકેલો આયુષમાન ખુરાના પહેલીવાર પોલીસ અધિકારીનો રોલ ભજવવા તૈયાર થયો છે અને મુલ્ક ફેમ ફિલ્મ સર્જક અનુભવ સિંહાની આ અનટાઇટલ્ડ ફિલ્મના શૂટિંગ માટે લખનઉ જવા રવાના થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
આ ફિલ્મનું શૂટિંગ પૂરેપૂરું લખનઉમાં કરવાની અનુભવ સિંહાની યોજના છે. સિંહાએ એવો દાવો કર્યો હતો કે મુલ્કની જેમ મારી આ ફિલ્મ પણ સત્યઘટના પર આધારિત છે અને સામાજિક સંદર્ભ ધરાવે છે.
આયુષમાન પહેલીવાર આ પ્રકારનો રોલ કરી રહ્યો છે. અગાઉ એણે અલગ પ્રકારના અને બિનપરંપરાગત રોલ્સ કર્યા હતા. એની ૨૦૧૭ની ફિલ્મ શુભ મંગલ સાવધાન ઇરેક્શનલ ડિસ્ફંક્શનને લગતી હતી તો બધાઇ હોમાં યુવાન દીકરાઓની હાજરીમાં પ્રૌઢ વયની માતા અકસ્માતે ગર્ભવતી થઇ જાય એવી વાત હતી.
૨૦૧૮માં રજૂ થયેલી એની બંને ફિલ્મો બધાઇ હો અને અંધાધૂંધ ટિકિટબારી પર હિટ નીવડી હતી. જો કે એની પત્ની તાહિરાને કેન્સર થયું હોવાનું નિદાન પણ આ સમયગાળામાં થયું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY